શ્રીમહાપ્રભુજીએ સુબોધિનીજી માં
ચિંતન, સ્મરણ, અને ધ્યાન ની સુંદર સમજણ આપી છે.
જ્યારે આપણે પ્રયત્ન પૂર્વક આપણા ચિત્તને પ્રભુના નામ સ્મરણમાં લગાડીએ ત્યારે તેને ચિંતન કહેવાય.
આવો ચિંતનનો પ્રયત્ન ટેવ બની જાય, તેમાં થોડો પ્રેમ ઉમેરાય એટલે વિના પ્રયત્ને ચિત્ત પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. આમ નામ સ્મરણની ક્રિયા સતત આપો આપ ચાલે ત્યારે તે સ્મરણ કહેવાય.
આ સ્મરણની ક્રિયા સાથે જે ભગવદનામનું રટન થતું હોય ત્યારે નામમાં બિરાજેલ (નામી) પ્રભુ સ્વરૂપ અને લીલા અને ભાવના પણ થવા લાગે ત્યારે તેને ધ્યાન કહેવાય.
શ્રીવલ્લભ ‘નવરત્ન’ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ચિંતા કદી કરવી નહિ. તાદ્રશીજન સાથે મળી નિવેદનનું સતત સ્મરણ કરવું.
https://m.facebook.com/PushtiSaaj/
Kommentare