તનુનવત્વ
આપણો ભૌતિક દેહ અનેક જન્મોનો દોષો - અપરાધો અને કામ, ક્રોધ વગેરે ગંદકીથી ભરેલ છે. આવા દેહથી ભગવાનના સ્વરુપાનંદનો અનુભવ થઇ શકતો નથી.
આ મુશ્કેલી દૂર કરવા માટે ભગવાનની કૃપાશક્તિ શ્રીયમુનાજી આપણી મદદ આવે છે.
શ્રીયમુનાજળનું પાન અને શ્રધ્ધાપૂર્વક સ્નાન કરવાથી અને તેમના ગુણગાન ગાવાથી આપણને શ્રીયમુનાજી ' તનુનવત્વ ' નું દાન કરે છે.
તનુનવત્વ એટલે આ ભૌતિક શરીર બહારથી દેખાય તેવું જ દેખાય પરંતુ તેનું આંતરિક બંધારણ અલૌકિક બને છે. આવા અલૌકિક બંધારણવાળા દેહને ભૂખ, તરસ, થાક, ઉંઘ, વિષયવાસના વગેરેની અસર થતી.
આંતરિક દિવ્યતા પ્રાપ્ત થતાં દેહ અલૌકિક પ્રભુના સ્વરુપાનંદના અનુભવ માટે લાયક બને છે. આવા દેહની બધી ઇન્દ્રિયો અલૌકિક બનતાં આ જન્મમાં જ પ્રભુના સાક્ષાત સ્વારુપાનંદનો આનંદ મળે છે.
વ્રજમાં ગોપીજનોને આવું તનુનવત્વ પ્રાપ્ત થતાં, બાહ્ય દેખાતા ભૌતિક દેહથી ગોપીજનોને ભગવાનના સ્વરુપાનંદનો અનુભવ થયો હતો.
શ્રીમહાપ્રભુજી તેથી જ ' યમુનાષ્ટક ' માં શ્રીયમુનાજીને વિનંતિ કરતાં કહે છે કેઃ
'મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા
ન દુર્લભતમા રતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે.'
અલૌકિક દેહ પ્રાપ્ત થયા પછી શ્રીકૃષ્ણમાં પ્રીતિ થવી જરા પણ દુર્લભ નથી.
Comments