️સૌ પ્રથમ તો આ વાત અહીં પ્રારંભમાં જ સ્પષ્ટ કરવી છે કે, "નાથદ્વારામાં જે સ્વરૂપ બિરાજમાન છે એ પ્રગટ પુરુષોત્તમ છે. કોઈ મૂર્તિ નથી. શ્રીજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. દ્વાપરયુગમાં કરેલી લીલાઓ જેમકે માખણ ચોરી વગેરે કળિયુગમાં પણ કરી છે. શ્રીમહાપ્રભુજી શ્રીગુંસાઈજીના સમયમાં શ્રીજી આપણી જેમ જ હરતાં ફરતાં.. સૌ જોડે વાતો કરતાં. નાથદ્વારામાં શ્રીજીની મૂર્તિ પ્રતિષ્ઠા નથી થઈ.. પોતાનાં ભક્ત એવા મેવાડનાં રાજકુમારી અજબકુંવર બાઈનું વચન પાડવા શ્રીજી સ્વયં વ્રજથી નાથદ્વારા પધાર્યાં છે. માટે "શ્રીનાથજીની મૂર્તિ" એમ ક્યારેય ન બોલાતું.. આ વાતની સાવચેતી જરૂર રાખવી."
️"ગર્ગ સંહિતા" જે આચાર્ય ગર્ગ દ્વારા રચિત ગ્રંથ છે. ગર્ગાચાર્યજી ગોલોકધામનાં દિવ્યાત્મા અને યદુકુળનાં રાજ પુરોહિત હતાં, એમણે ભગવાને કરેલી લીલાઓ, ગોલોકધામનું વર્ણન વગેરે જેવી ઘણા ઉલ્લેખો ગર્ગ સંહિતામાં કર્યો છે. શ્રીજીનું પ્રાગટ્ય આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં છે અને એમની ભવિષ્યવાણી હજારો વર્ષ પહેલાં દ્વાપરયુગમાં રચિત ગર્ગ સંહિતામાં જોવા મળે છે.
ગુઢ લીલા એ છે કે, જ્યારે અક્રૂરજી ભગવાનને મથુરા લઈ જવાં માટે આવે છે. ત્યાંરે નંદબાવા તો હૃદય પર ભાર મુકીને પ્રભુને મથુરા જવાની પરવાનગી આપે છે, પરંતુ માતા યશોદા કોઈ વાતે માનતા નથી. પ્રભુ મનાવવાના ઘણાં પ્રયત્નો કરે છે. છેવટે જ્યારે યશોદાજી નથીં માનતા ત્યારે ભગવાન એમની સામે ઊભા રહ્યાં.
ભગવાન કહે, "માં.. અત્યાર સુધી મેં કેટલીયે લીલાઓ કરી. એમાંથી આપને કઈ લીલાં સૌથી વધું પસંદ છે?"
યશોદાજી કહે, "લાલા.. જ્યારે ઇન્દ્રયાગ ના બદલે ગોવર્ધનયાગ કર્યો હતો અને ઇન્દ્રએ વર્ષા વૃષ્ટિ કરી ત્યારે તે ગિરિરાજ બાવાને પોતાનાં શ્રીહસ્તમાં ઉંચકી વ્રજવાસીઓની રક્ષા કરી હતી.. એ લીલાં મને અત્યંત પ્રિય છે. ત્યારે તું ગોવર્ધનનાથ કહેવાયો."
પ્રભુ એ જ રીતે યશોદા માં સામે ઠાડા થયા. ડાબો શ્રીહસ્ત ઉંચો કર્યો. જમણો શ્રીહસ્ત કમર પર ધર્યો અને ભગવાને પોતના શ્રીઅંગમાંથી જ પોતાનું એ ગોવર્ધનનાથનું સ્વરૂપ પ્રગટ કર્યું. માતા યશોદાને કહ્યું, માં.. હું આ સ્વરૂપે તારી સાથે રહીશ. આ હું જ છું. જેમ મને લાડ લડાવતી એમ મારા આ સ્વરૂપને પણ લાડ લડાવજે.
જ્યાં સુધી યશોદાજી અને નંદબાવા ભૂતલ પર હતાં ત્યાં સુધી એ સ્વરૂપ એમની સાથે જ રહ્યું અને જ્યારે આપ બંન્ને એ ભૂતલનો ત્યાગ કર્યો ત્યાર બાદ એ શ્રીગોવર્ધનનાથજીનું સ્વરૂપ ગિરિરાજ પર્વત (ગિરિરાજ બાવા)ની અંદર ગુપ્ત રીતે સમાઈ ગયું.
આ રીતે શ્રીગોવર્ધનનાથજી (શ્રીનાથજી)નુ સ્વરૂપ ખરેખર દ્વાપરયુગમાં પ્રગટ થયું છે.. અને એ જ સ્વરૂપ આજે નાથદ્વારા બિરાજમાન છે. એ કોઈથી મૂર્તિકારે સિદ્ધ કરેલું સ્વરૂપ નથી.
Comments