જ્યારે નિત્યલીલામાં બિરાજતા શ્રી વલ્લભ પોતાના સાક્ષી સ્વરૂપ લઈને પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે તેમની સાથે આંખોને આંખો લીલા ભંડાર પણ નીચે ઊતરી આવ્યો શ્રીઠાકોરજીએ આ ભંડારને પૃથ્વી ઉપર મોકલી આપ્યો આ ત્રણેય સ્વરૂપો તેમના હૃદયમાં બિરાજે છે તેવા આપણા નિધિ શ્રીમહાપ્રભુજી છે. આવા નિધિ સ્વરૂપે પધારી તેમણે આપણા ઉપર કૃપા કરી આપણો ઉદ્ધાર કર્યો છે. માટે તેઓ કૃપાનિધિ છે.
નિધી એટલે ભંડાર .
તેનો એક બીજો અર્થ ........
લીલામાં ,ઇચ્છાશક્તિ શ્રીસ્વામિનીજી છે, જ્યારે કૃપા શક્તિ શ્રી યમુનાજી છે. આ બંને સ્વરૂપો શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે માટે શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ છે.
શ્રીગોકુલનાથજીએ વિશેષમાં સમજાવ્યું કે સમુદ્રો જળનો નિધી છે.આ સમુદ્રોમાંથી ગમે તેટલા વાસણો ભરીએ તો તે વાસણો છલકાઈ જાય, પરંતુ સમુદ્ર ઘાટતો નથી. મહાપ્રભુજી પણ કૃપાના એવા મહાં સાગર છે આપણે જેવું પાત્ર લઈને તેમની પાસે જશો તેવું પાત્ર આપ છલકાવી દેશે ખોબો લઈને જશું તો ખોબો છલકાવશે, ને ગાગર લઇને જોઈશું તો ગાગર છલકાવશે.
શ્રીમહાપ્રભુજી આવા કૃપાના મહાસાગર હોવાથી કૃપા માટે અધિકારી અથવા અનધિકારી જે જીવો એમની પાસે આવ્યા તે સૌને કૃપાનું દાન કરી છલકાવી દીધા માટે આપનું નામ પડ્યું કૃપાનિધિ.
સમુદ્રનું એક બીજું નામ છે રત્નાકર. કારણકે સમુદ્રમાં ઘણા રત્નો પડેલા હોય છે. સમુદ્રમાં રહેલા રત્નો મરજીવા ડૂબકી લગાવી અંદરથી શોધી લાવે છે. મરજીવા ડૂબકી લગાડવાની જેટલી તાકાત હોય એટલા ઊંડાણમાંથી તેને રત્નો મળે છે .શ્રી મહાપ્રભુજી પણ શરણાગત જીવો માટે આવા મરજીવા છે.
Comments