top of page
Search

પુષ્ટિ ચિંતન

Writer's picture: Reshma ChinaiReshma Chinai

પુષ્ટિ ચિંતન


(1) શ્રી મહાપ્રભુજીના ઠાકોરજી શ્રીનાથજી અને આપણા ઠાકોરજી શ્રી મહાપ્રભુજી. આપણે સેવા કરી શ્રી મહાપ્રભુજીને રીઝવીએ તો જ આપણા ઠાકોરજી શ્રીનાથજી આપણી સાથે વાતો કરે. સીધા શ્રીનાથજીને આપણે કદાપિ રીઝવી ના શકીએ.


(2) જ્યારે શ્રી સ્વામિનીજી અલગ ન બિરાજતાં હોય, એટલે શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં જ બિરાજતાં હોય ત્યારે “શ્રીજી” અને જ્યારે અલગ બિરાજતાં હોય ત્યારે “શ્રીનાથજી”

(3) પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજી દ્વિભુજ છે. જે સ્વરૂપો ચતુર્ભુજ છે તેમાં બે ભુજાઓ સ્વામિનીજીની છે. સહસ્ત્ર ભુજ પ્રસારી આપશ્રીએ જે અન્નકુટ આરાગ્યો છે, ત્યાં પણ આપશ્રી તો દ્વિભુજ છે, બાકીની ભુજાઓ ભક્તોની છે.

(4) ચતુર્ભુજ સ્વરૂપમાં સ્વામિનીજીની બે ભૂજા માત્ર પ્રક્ટ દર્શન આપે છે બાકીનુ શ્રીઅંગ તિરોહીત રહે છે.

(5) સ્વરૂપાસકિત એ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. માહાત્મ્ય વધારવું એ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત નથી.

(6) આપણા માથે જે સ્વરૂપ બિરાજતુ હોય તે સ્વરૂપમાં જો ન્યૂનતા જોઈ, તો આપણું બધું ધૂળમાં મળી ગયું એમ સમજવું.

(7) શ્રી મહાપ્રભુજી સેવક ઉપર સ્વરૂપ પધરાવી આપતી વેળાએ પંચામૃત કરાવી, ઝારી ભરી ભોગ ધરી પોતે પ્રસાદ લેતા આ પુરાવો પ્રત્યક્ષ છે કે શ્રી ઠાકોરજી સાક્ષાત છે, નહિતર આપશ્રી પ્રસાદ કેમ લે ? ફક્ત ત્યારે જ પ્રસાદ ન લેવાય કે જ્યારે અનાચાર દેખાતો હોય, અને જ્યાં અનાચાર હોય ત્યાં શ્રી ઠાકોરજી આરોગે નહિં, અને શ્રી ઠાકોરજીના આરોગે તો પછી આપણાથી કેમ લેવાય ?

(8) શ્રી ઠાકોરજીની બે શક્તિઓ છે, એક ઇચ્છાશક્તિ અને બીજી કૃપાશક્તિ. ઇચ્છાશક્તિથી સૌ જીવોમાં ભાગ્યનું નિર્માણ થાય છે જ્યારે કૃપાશક્તિથી જે ભોગ ભોગવવાના હોય છે તે અલ્પ સમયમાં ભોગવાવી દે છે અને જીવને પોતાના તરફ ખેંચે છે.

(9) એક જીવનો ઉદ્ધાર કરવા માટે તે જીવ જ્યાં હોય ત્યાં શ્રી ઠાકોરજી પધારે છે અને તેની સાથે તેવા થઈને રહે છે. જીવને બે જન્મનો અંતરાય હોય તો આપ પણ બે જન્મનો અંતરાય અંગીકાર કરે છે અને આપણી વચ્ચે તેટલા સમય સુધી આપણા જેવા થઈને બિરાજે છે અને આપણા થકી સેવા લે છે.

(10) ઇન્દ્રે જે વૃષ્ટિ કરી તેને શ્રી ઠાકોરજીએ સેવા માની, કેમ કે આટલું બધું આરોગ્યુ, તો જલ પણ એટલું બધું જોઈએ ને ?

(11) પ્રભુ તો જીવનું હિત જ કરી રહ્યા છે પણ દુર્ભાગ્યની વાત એટલી જ છે કે જીવને આ વાતની ગમ નથી.

(12) આટલો આટલો પરિશ્રમ શ્રી ઠાકોરજીને પડે છે છતાંય આપ કશું ચિત્તમાં લાવતા નથી એ બધુ નિભાવી જાય છે તે શ્રી મહાપ્રભુજીની કાનીથી.

(13) શ્રી મહાપ્રભુજીની કૃપા વગર ક્રિયા વધે, પણ ભાવ તો ના જ વધે. ઠાકોરજી ભલે સાનુભાવ હોય પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપા વગર વ્રજલીલાનો અનુભવ તો ના જ થાય.

(14) જીવ પાસે ઠાકોરજીને બીજું શું નિવેદન કરવાનું હોય ? તે તો પોતાના પાપનો ભારો અને અપરાધો જ આગળ લાવીને ધરે છે અને અગ્નિસ્વરૂપે શ્રી મહાપ્રભુજી આ બધાં પાપોને તથા અપરાધોને ભસ્મ કરી નાખીને તે જીવને કંચન જેવો બનાવી શ્રી ઠાકોરજી સન્મુખ કરે છે.

(15) શ્રી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર શ્રી રામચંદ્રજી કૌસ્તુભ સ્વરૂપે બિરાજે છે. શ્રી વામનજી ક્ષુદ્ર ઘંટિકા સ્વરૂપે બિરાજે છે અને શ્રી નૃસિંહજી વાઘનખ સ્વરૂપે બિરાજે છે.

(16) શ્રી રણછોડલાલજી મહારાજે એક વાર એક માજીને પુછયું કે “તમારા પગ આટલા જાડા હાથીના પગ જેવા કેમ થઈ ગયા ? તો માજીએ કહ્યું, હું વારંવાર મારા લાલજીની સેવા છોડીને મનોરથમાં દોડતી એ એમને સોહાતુ નહિ તેથી તેમણે આ લીલા કરી છે તેથી હવે મારાથી ચલાતું નથી, પણ લાલજીની સેવા થાય છે.”

વલ્લભજી વલલ્ભ જે કહે, ઠગ ઠાકોર ઓર ચોર,

કૃપાદ્રષ્ટિ વલ્લભ કરે, તો હો જાય બેડો પાર

નિર્મળ મનના ભાવથી, રસના રટે યહ નામ,

તે પર સદા પ્રસન્ન રહે, શ્રી વલ્લભ પરમ કૃપાળ


https://m.facebook.com/PushtiSaaj/


1 view0 comments

Comments


© 2020 by Pushti Saaj Shringar.

bottom of page