ર્દઢ ઈન ચરનન કેરો ભરોસો, દઢ ઈન ચરનન કેરો
શ્રીવલ્લભ નખચન્દ્ર છટા બિન, સબ જગ માંઝ અંધેરો
વૈષ્ણવો સત્સંગના વિરામ પછી આશ્રયપદનું ગાન કરે ,એ સમયે જ્યારે આ પ્રથમ પંક્તિ ગાય ત્યારે એના તેર અક્ષરો દ્વારા અષ્ટાક્ષર અને પંચાક્ષર સિદ્ધ થવાનું ફલ પ્રાપ્ત થાય છે. બંને આ પ્રથમ પંક્તિના ગાનથી ફલિત છે. એટલું જ નહિ તેરે મહીનાની લિલા હ્રદયમાં સ્ફુરિત થાય. બાર મહિના અને તેરમો અધિક માસ એમાં પ્રભુ જે જે પણ અલગ અલગ લીલાઓ કરે છે, એ બધી લીલાના ભાવો હ્રદયમાં સ્ફુરીત થાય છે.
બીજી પંક્તિમાં કહે છે. “શ્રીવલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમેં જુ અંધેરો.”
આ દ્વિતીય પંક્તિમાં ૨૧ અક્ષરો છે, જ્યારે એનું ગાન કરીએ તો દસ પ્રકારના જીવોની એકાદશ ઈન્દ્રીયોનો શ્રીઠાકોરજીનાં સ્વરૂપમાં નિગ્રહ દ્રઢ થાય.
સાધન ઔર નહીં યા કલિમેં, જાસો હોત નિબેરો
સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલકો ચેરો||
ત્રીજી પંક્તિમાં કહે છે “સાધન ઔર નહિ યા કલિમેં, જાસોં હોય નિવેરો.” આ ત્રિજી પંક્તિમાં ૧૮ અક્ષરો છે.એના ઉચ્ચાર કરતાંની સાથે અઢારે અઢાર પુરાણ ,ભાગવતના અઢાર હજાર શ્ર્લોક ,ગીતાના અઢાર અધ્યાયનું ફલ પ્રાપ્ત થાય છે।
ચોથી પંક્તિમાં ગાય છે.
“સૂર કહા કહે દ્વિવીધ આંધરો, બીના મોલકો ચેરો
આ પંક્તિમાં ૧૯ અક્ષર છે. આ ૧૯ અક્ષરો બોલીએ ત્યારે પુષ્ટિમાર્ગના ૧૯ સ્વરૂપોમાં આપણી દ્રઢ આસક્તિ થાય છે. શ્રીમહાપ્રભુજી, શ્રીગોપીનાથજી, એમના લાલજી પુરષોત્તમજી, શ્રીગુસાંઈજી, શ્રીગુસાંઈજીના સાત લાલજી , શ્રીનાથજી અને સાત સ્વરૂપો આમ ૧૯ સ્વરૂપોમાં આપણી એકાદશ ઈન્દ્રિયો દ્વારા દ્રઢ આસક્તિ થાય છે।
આમ આશ્રયનું પદ પણ કોઈ સાધારણ પદ નથી. દરરોજ ભગવદવાર્તાના વિરામમાં આ પદ બોલાય ત્યારે આટલા સ્વરૂપોમાં આપણો આશ્રય દ્રઢ થાય માટે આપણે તેને આશ્રય નું પદ કહીએ છીએ.
શ્રીવલ્લભાધીશ કી જૈ
Comments