વ્રજ સંસ્કૃતિ - ભાગ ૧.
જય શ્રી કૃષ્ણ.
આ કૃષ્ણ સંસ્કૃતિનું મૂળ તત્વ ભક્તોના ભગવાન પ્રત્યેનો અમર્યાદિત નિષ્કામ અને દિવ્ય પ્રેમ છે. અહીં જ કૃષ્ણે ઇન્દ્રને પરાજિત કર્યા હતાં. અહીં જ કૃષ્ણએ ગોપીઓ સાથેની લીલામાં વેધ્ધર્મની મર્યાદા છોડીને ભક્તોના નિર્વ્યાજ પ્રેમનો અંગીકાર કર્યો છે. અહીં ગોપીઓએ શીખવ્યું છે કે, સર્વ સમર્પણથી જ કૃષ્ણ પ્રેમ થઈ શકે છે. સર્વ સમર્પણ વિના કૃષ્ણ રસ પ્રાપ્ત થઈ શકતો નથી. કૃષ્ણની પ્રાપ્તિ નો અન્ય કોઈ ઉપાય નથી. ત્યારે વ્રજરજ તે માટે નો એક મહત્વપૂર્ણ ઉપાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પણ યુગ માં ભલે થયા હોય પરંતુ આજે પણ તેમની વ્રજરજ (ચરણરજ) વ્રજભૂમિ ની રજ માં મળી, સમગ્ર વ્રજભૂમિ રજ ને આજે પણ પાવન કરે છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ ની ચરણ રજ સાથે ભગવાન ને વશ કરનાર ભગવાન ના ભકતો ની ચરણ રજ પણ આ ભૂમિ ની રજ માં મળેલી છે. તેથી વ્રજ રજ સાધારણ નથી પ્રેમરજ છે. આવો કોઈ અલૌકિક પ્રેમ એજ વ્રજ સંસ્કૃતિનો મૂળ આધાર છે. જે શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી બન્ને ને કારણે વિકસ્યો છે, જે શ્રી કૃષ્ણ નાં કારણે વ્રજ બન્યું. તે મૂળ તો ગોવ્રજ એટલે કે ગોલોકજ છે. ગોકુલ અને ગોવર્ધન તેના બે ધ્રુવ છે. કૃષ્ણ ગોપાલ છે. તેની વ્રજ સંસ્કૃતિ જેમ કૃષ્ણ સંસ્કૃતિ છે, તેમ ગાયો અને ગાયો ના દૂધ, દહીં, માખણ ની સંસ્કૃતિ પણ છે. વાસ્તવ માં આ વનભૂમિ હતી તેમાં ફરી ફરી ને શ્રી કૃષ્ણએ ગાયો ચરાવિને વ્રજ નાં વનોનું સાંસ્કૃતિક મહત્વ સ્થાપિત કર્યું. અહીં માત્ર ભૌતિક પર્વત રૂપે શ્રી ગિરિરાજજી બિરાજતા નથી પણ સાક્ષાત ભગવત સ્વરૂપે બિરાજે છે. અહીં શ્રી યમુનાજી કેવળ નદી નથી , શ્રી ઠાકોરજી ના શ્રી સ્વામિનીજી છે. આમ અહીંની ભૌગોલિક ભૂમિનાં વન, પર્વત, નદી, તેના વતની શ્રી કૃષ્ણ નાં સંબંધો અલૌકિક દિવ્ય છે.
જય શ્રી કૃષ્ણ
Comments