વિરકત વૈષ્ણવ - શ્રી અષ્ટાક્ષરમંત્રનું મહાત્મ્ય
શ્રી ગુસાંઈજીના ના સેવક એક વિરકત વૈષ્ણવની વાર્તા. આ વૈષ્ણવ ગુજરાતથી શ્રીજી દ્વાર જઈને શ્રી ગુંસાઈજી ના સેવક થયા હતા તે ભગવદીય અને શ્રી ગુસાંઈજીના સ્વરૂપમાં ભિન્નતા જોતા નહોતા. વ્રજમાં ફરતાં એક દિવસ રસ્તામાં એક ડોશીને તેમણે રડતી જોઈ. તે ડોશીના પુત્રને સર્પ કરડયો હતો અને મરી ગયો હતો. આથી તેમને ઘણીજ દયા આવી. આ વૈષ્ણવે ભગવદનામના પ્રતાપથી તે પુત્રને સજીવન કર્યો. આ ચમત્કાર જોઈને સર્વ માણસ તેમની પાછળ ફરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ મંત્ર અમને શીખવાડો. તેથી તેમણે લોકોને શ્રીઅષ્ટાક્ષર મંત્ર સંભળાવ્યો લોકોએ કહ્યું "અમને આ મંત્ર આવડે છે." વૈષ્ણવે કહ્યું જો તમને આવડતો હોય તો તમે તેમાં શ્રદ્ધા રાખીને તેનું સ્મરણ કરો છતાં પણ તેમને વિશ્વાસ આવ્યો નહિ, આ વૈષ્ણવ તો પછી ત્યાંથી ચાલી નીકળ્યા. અષ્ટાક્ષરમંત્રમાં આ વૈષ્ણવ ને ઘણો વિશ્વાસ હતો તેનાથી અધિક કંઈ પણ નથી એમ તે માનતા. જે કાંઈ કાર્ય સિદ્ધ કરતાં તે આ નામ ના પ્રતાપથી કરતાં એ એવા કૃપાપાત્ર હતા. સાર : (1) વૈષ્ણવો હંમેશા દયાળુ હોય છે. અન્ય જીવ ને દુઃખી જોઈ ને તેમના હૃદય આર્ત બને છે (2) શ્રી અષ્ટાક્ષર મહામંત્ર છે માટે હંમેશા એક ચિત્તે તેનું ચિંતન કરવું એનાથી સર્વ સિદ્ધિ સુલભ છે.
🙏જયશ્રી કૃષ્ણ🙏
Comments