top of page
Search

'શ્રી યમુના મહારાણી જી નું મહત્વ'

Writer's picture: Reshma ChinaiReshma Chinai

'શ્રી યમુના મહારાણી જી નું મહત્વ'


એક સમય ની વાત છે શ્રાઘ્ઘ પक्ष માં અમાસ ના દિવસે વજવાસી ઓ પ્રાત:કાળે પિતૃતર્પણ કરવા યમુનાજીના કિનારે બા્હ્મણો ને લઈ ને ગયા છે.


તે સમયે રાઘાકૃષ્ણ , સખી ઓ તથા ગોવાળિયા ઓ પણ યમુનાજીના કિનારે પઘાયૉ છે.


નંદ બાબા એ શ્રી કૃષ્ણ ને કહ્યુ કે યમુનાજીના કિનારે જે માટીના પિંઙ બનાવી ને મૂક્યા છે તે યમુનાજીમા પઘરાવાે .


જેવા શ્રી કૃષ્ણ પિંઙ યમુનાજીમા પઘરાવવા ગયા કે તે પિંઙ લેવા અનેક હાથ બહાર નીકળ્યા. તે જોઈને વૃજવાસી ઓ આશ્ચયૅ ચકિત થઇ ગયા .


ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણે યમુનાજીને કહ્યું

હું આમાંથી કાેને પિંઙ અપૅણ કરૂં ?

આ તાે ઘણાં બધાં છે ત્યારે યમુનાજી અે કહ્યું હે પ્રભુ વૃજવાસી ઓ એ જ્યાર થી રાઘાકૃષ્ણ નુ શરણું ગ્રહણ કયુૅ છે ત્યારથી તેમના પિતૃઓ તો અક્ષર ઘામ માં પહોંચી ગયા છે.

જેના કુળમાં જાે અેક જીવ રાઘાકૃષ્ણ નું શરણ ગ્રહણ કરે તો તેની 71 પેઢી ઓ સ્વગૅ માં જઈ ને વસે છે તેમાં સંશય નથી.


વ્રજવાસી ઓના કુળમાં તાે કાેઈ પિંઙ લેવા વાળું છે જ નહિ.ત્યારે પ્રભુએ કહ્યુંકે આ બધા કાેણ છે?


ત્યારે શ્રી યમુના મહારાણી કહે છે કે આ બધા મારા ભાઈ ના (યમરાજ) ગામ વાળા છે.


તેઓ તમારા હાથે પિંઙ લેવા આવ્યા છે જેથી તેમનો જન્મ મરણ નાે ફેરાે દુર થાય. ત્યારે પ્રભુ એ ક્હયુ તેમને કાેણે ચેતાવ્યા?


ત્યારે યમુનાજી કહે છે કે મેં ચેતાવ્યા


ત્યારે પ્રભુએ કહ્યું કે તમે મારા સાચા સ્વરૂપ ને જાણો છો આ જગત માં તમે ખુબ પવિત્ર કહેવાશો ....

કહો તમને શું વરદાન આપું ?


યમુનાજી કહે છે કે મારો અંગીકાર કરો .

ત્યારે પ્રભુ કહે છે કે હું તમારો અંગીકાર કરું છું અને વરદાન આપું છું કે


વ્રજ મંડળના શ્રીયમુનાજી છે તેમાં

અક્ષરાતીત નો આવેશ આવશે

અને તમે શ્રીરાઘે ની જેમ

મહારાણી જી ની સમાનતા એ પુજનીય કહેવાશો


અને જ્યારે હું દ્રારકા નો રાજા બનીસ ત્યારે ભગવાન વિષ્ણુ આવશે.. ત્યારે તમને મારી પટરાણી બનાવીશ આમ પ્રભુ એ યમુનાજી ને વરદાન આપ્યું..


હું આજ્ઞાના કરું છું કે આ વ્રજ મંડલ મા યમુનાજીના કિનારે કોઈ પિંઙ દાન કે શ્રાઘ્ઘ નહીં સરાવે અને જે કોઈ આ યમુનાજીમા સ્નાન કરશે તેને પોતાના પિંઙ લેવાની જરૂર નહી પડે અને જે મારુ યુગલ સ્વરૂપનું (રાઘાકૃષ્ણ) શરણું ગ્રહણ કરશે તેમના કુળમાં કોઈ ને પિતૃતર્પણ, પિંઙદાન ન કે શ્રાઘ્ઘ કરવાની જરૂર નહી પડે...


બોલો શ્રી રાઘાકૃષ્ણ કી જય

શ્રી યમુના મહારાણી કી જય

5 views0 comments

Comments


© 2020 by Pushti Saaj Shringar.

bottom of page