top of page
Search

શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને વચન આપે છે

Writer's picture: Reshma ChinaiReshma Chinai

શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને વચન આપે છે કે તમે હદય પૂર્વક ,પ્રેમપૂર્વક પ્રભુને લાડ લડાવશો ,સેવા કરશો ,સર્વથા બુદ્ધિપૂર્વક ,સમજપૂર્વક ,અર્થ પૂર્વક ,અનુસંધાન પૂર્વક ,જો એનું ચિંતન કરશો તો જ આપણને નિરોધસિધ્ધિ અને પ્રભુની પ્રાપ્ત થશે.

સાનુભવ જનાવશે એમાં કોઈ આશ્ચર્ય નું કારણ નથી. પણ એને માટે પુષ્ટિજીવે શ્રી મહાપ્રભુજીનાં ચરણાર્વિન્દમાં દ્રઢ આશ્રય રાખી અને પ્રેમપૂર્વક દીન ભાવે હૃદયથી ભગવદ્ સેવા કરતા કરતા પોતાની સર્વ સુખ સંપત્તિ પ્રભુની સેવા માટે વિનિયોજવી પડશે.

"પ્રભુ મારા છે",એવો કામ ભાવ ના રાખતા,"હું પ્રભુનો છું" એવો સર્વાત્મભાવ રાખીને એમની સેવા કરવી પડશે. અને સેવાના અનોસર મા બુદ્ધિપૂર્વક ,અર્થ વિચારી વિચારીને લીલાઓનું ગુણગાન, કીર્તન, ચિંતન અને સ્મરણ કરવું પડશે

"નંદનંદન સખી સુંદર વ્હાલો ,ચિંતન તેનું કરી એ જી" આ ધોળ આપણે સૌ રોજ ગાઈએ છીએ. રોજ આ ધોલ ગવાય છે. પણ એનું ચિંતન થતું નથી .એનું કેવળ મુખથી રટણ થાય છે .અને પરિણામે એ સ્વરૂપ આપણા હૃદયની અંદર બિરાજતું નથી .માટે અર્થના અનુસંધાન પૂર્વક સ્મરણ કીર્તનની આજ્ઞા કરેલી છે


યશોદાતસંગલલિત ના સેવા અને સ્મરણ પ્રેમપૂર્વક ,અર્થના અનુસંધાન પૂર્વક, સ્વરૂપ ભાવના ,ભાવ ભાવના ,અને લીલાભાવના સહિત કરીએ તો નિરોધ નું જે ફળ શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધ માં આપણને બતાવવામાં આવ્યું છે,શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં બતાવ્યું છે, એ જરૂર શ્રીમહાપ્રભુજીની કૃપાથી આપણને પ્રાપ્ત થાય વ્રજ પ્રિયા.


2 views0 comments

Comments


© 2020 by Pushti Saaj Shringar.

bottom of page