top of page
Search

સનાઢ્ય બ્રાહ્મણ

Writer's picture: Reshma ChinaiReshma Chinai

શ્રીગુંસાઈજીના ૨પર વૈષ્ણવોમાં ૨૯ મા વૈષ્ણવ શ્રીગુંસાઈજીના સેવક એક સનાઢ્ય બ્રાહ્મણ(જેમને શ્રીયમુનાજી ની સેવામાં વીશેષ આસક્તી હતી તેથી સેવામાં શ્રીયમુનાજી ની સેવા પધરાવવા વીનંતી કરી તે પ્રસંગ અને યમુનાજીમાં ક્યારેય પોતાના પગ નહી રાખવા એવી ટેકને છોડાવવા શ્રીગુંસાઈજીના લાલનશ્રીઓએ જે પરીક્ષા લીધી તે પસંગ) જે સાત્વીક ભક્ત છે લીલામાં નામ પ્રમદા છે જે મથુરામાં રહેતો હતો જે શ્રીયમુનાજી નાયુથ માં છે તેથી એની સ્વભાવીક પ્રીતી યમુનાજીમાં છે એ મથુરામાં એક સનાઢય બ્રાહ્મણના ઘેર જન્મ્યો અને જ્યાં વીસ વર્ષનો થયો તે વખતે શ્રીગુંસાઈજી આપ અડેલથી વિજય કરી (યાત્રા કરી) મથુરામાં આવી બીરાજ્યા ત્યારે શ્રીગુંસાઈજી આપ દરરોજ વીશ્રામ ઘાટ સંધ્યા કરવા માટે પધારતા ત્યાંથી કેશવરાયજીના દર્શને પધારતા ત્યારે એક દીવસ આ સનાઢ્ય બ્રાહ્મણ કેશવ રાયજી ના દર્શને ગયો હતો તે સમયે શ્રીગુંસાઈજી આપ કેશવરાયજી ના મંદીરમાં મથુરાના ચોબાઓને શ્રીયમુનાજીનું મહાત્મ્ય કહી રહ્યા હતા તે જ વખતે આ સનાઢ્ય બ્રાહ્મણે પણ આ વાત સાંભળી ત્યારે આ બ્રાહ્મણે મનમા વીચાર કર્યો કે આ મહારાજના શરણે જઈ આમનો સેવક થઈ જઉ તો સારુ ત્યાંથી શ્રીગુંસાઈજી કેશવરાય ના દર્શન કરી પોતાના ઘેર પધાર્યા ત્યારે આ બ્રાહ્મણ પણ શ્રીગુંસાઈજીની પાછળ પાછળ ઘેર સુધી આવી ગયો પછી શ્રીગુંસાઈજી આપશ્રીએ શ્રી નવનીતપ્રિયજીની રાજભોગ આર્તી કરી એ પછી આપ બેઠકમાં આવી બીરાજ્યા ત્યારે આ સનાઢ્ય બ્રાહ્મણે બે હાથ જોડી વીનંતી કરી કે મહારાજ કૃપા કરી મને સેવક કરો ત્યારે એનો શુદ્ધ ભાવ જોઈ પ્રથમ એને નામ સંભળાવ્યું પછી પછી એક વ્રત(ઉપવાસ) કરાવી બીજા દીવસે નીવેદન ( શ્રીઠાકોરજીની સન્મુખ માં બ્રહ્મસંબંધ મંત્ર દીક્ષા) કરાવ્યુ પછી ફરીવાર વીનંતી કરીને કહે કે મહારાજ કૃપા કરી મને શ્રી યમુનાજી નુ સ્વરૂપ સમજાવો ત્યારે શ્રીગુંસાઈજી એની દીનતા જોઈએ જ વખતે 'યમુનાષ્ટપદી'ની રચના કરી એને આપી પછી શ્રીગુસાઈજી આપશ્રીએ આ બ્રાહ્મણને આજ્ઞા કરી કે તુ રોજે આનો પાઠ કરજે ત્યારે આ બ્રાહ્મણ વીનંતી કરવા લાગ્યો કે મહારાજ હુ અજ્ઞાની જીવ છુ તેથી કૃપા કરી આનો ભાવ સમજાવો તો સારુ ત્યારે શ્રીગુંસાઈજી આપશ્રીએ 'યમુનાષ્ટપદી' તો ભાવ વિસ્તારથી કહ્યો ત્યારે જ આ બ્રાહ્મણ શ્રીયમુનાજી ના સ્વરૂપમાં મગન થઈ ગયો પછી એ બ્રાહ્મણે શ્રીગુંસાઈજીને વીનંતી કરી કે મહારાજ કૃપા કરીને મને શ્રી યમુનાજીની સેવા પધરાવી દો તો હુ એમની સેવા કરુ ત્યારે શ્રીગુંસાઈજીઆપ શ્રી એ બ્રાહ્મણને શ્રીયમુનાજી ની રેણુકા(૨જ) એક થેલીમાં આપીને કહે તુ આની સારી રીતે સેવા કરજે તને શ્રીયમુનાજી કૃપા કરી બધો અનુભવ જતાવશે(કરાવશે) પછી આ બ્રાહ્મણ શ્રીગુંસાઈજીને દંડવત કરી ઘેર આવ્યો તે દીવસથી આ બ્રાહ્મણ શ્રી યમુનાજીને સ્વરપાત્મક માની જાણવા લાગ્યો ત્યારથી એ બ્રાહ્મણ શ્રીગુંસાઈજીએ આપેલ શ્રીયમુનાજી ની ૨જની સેવા માટે પધરાવેલી થેલીને રોજે સવારે અપરશ કરી પછી સ્પર્શ કરે અને શ્રીયમુનાજીમા પગ કદી ન ઘરે (પલાળે) કુવાના જળથી જ બધી સેવા કરે પ્રભુને ઝારીજી અપરશમાં યમુનાજળ લાવી ભરે ત્યારે મથુરાના વૈષ્ણવોએ એક દીવસ શ્રીગુંસાઈજીના બાળકોને આ વાત કરી કે આ બ્રાહ્મણ વૈષ્ણવ શ્રીયમુનાજી માં ચરણ પણ રાખતો નથી તો એની પરીક્ષા લો ત્યારે જ્યેષ્ટ લાલન શ્રીગિરિધરજી એ ના પાડી અને સમજાવ્યુ કે વૈષ્ણવની પરીક્ષા ન લેવી કારણ એ અપરાધ છે પાછળથી શ્રીગુંસાઈજીના અન્ય બાળકો મળીને ટીખળ સાથે પરીક્ષા કરવાના ભાવથી એક નાવમાં એ બ્રાહ્મણને પણ સાથે આવવા કહ્યુ ત્યારે લાલનશ્રીની આજ્ઞા અને કૃપાથી રાજી થઇને નાવમાં બેસી ગયો પછી વચ્ચે બેટ ( યમુનાજી ના જળની મધ્યમાં થોડી ભુમી જ્યાની ચારે બાજુ જળ હોય)પર ઉતર્યા અને નાવ વાળાને કહ્યુ કે તુ કીનારે પાછો જા જયારે ફરી બોલાવીયે ત્યારે આવજે પછી એક પ્રહર જેટલો (૪કલાક) સમય વીતી ગયો ત્યારે આ બ્રાહ્મણે લાલનશ્રીઓને વીનંતી કરતા કહ્યુ કે મહારાજ મારા ન્હાવાનો સમય થઈ ગયો નાવ મંગાવો ત્યારે નાવ વાળાને બોલાવ્યો નાવમાં સર્વે લાલનશ્રી નાવમાં પ્રથમ ચઢ્યા ત્યારે એ બ્રાહ્મણ હવે જેવો શ્રીયમુનાજળને સ્પર્શના થઈ જાય એવી સાવચેતી રાખી જ્યા નાવમાં બેસવાની ઇચ્છા કરે ત્યાં જ લાલનશ્રીઓએ આજ્ઞા કરી દીધી કે તુ હજુ અહીયા જ બેસી રહે અમે જ્યારે કહીયે ત્યારે જ તુ નાવમા ચઢજે ત્યારે મહારાજની આજ્ઞા શીરોધાર્ય કરીએ બેઠો રહ્યો અને આપ તો એને એ બેટ પર મુકીને નાવ ચલાવી પાર આવી પણ ગયા ત્યારે આ બ્રાહ્મણ વૈષ્ણવના મનમા મોટી ચીંતા અને અતી દુખી મને દીન થઈ શ્રીયમુનાજી ને આર્ત ભાવથી પ્રાર્થના કરવા લાગ્યો કે હે યમુનાજી આપ તો સર્વ વાત જાણો જ છો કે હુ કદી પણ મારા પગ આપના જળમાં નહી મુકી શકુ ભલે પ્રાણ કંઠે કેમ ન આવી જાય ત્યાંજ યમુના જળમા વીશાળ કમળો પ્રગટ થઈ ગયા અને શ્રીયમુનાજી પ્રગટ રૂપે દર્શન આપતા બોલ્યા તુ આ કમળની ઉપર પગ રાખી સામે પાર ચાલ્યો જા અને આ કૃપા અને લીલાને સામે પાર બાળસહજ સ્વભાવ વશ શ્રીગુંસાઈજીના લાલનશ્રીઓએ (શ્રીબાલકૃષ્ણજી, શ્રીગોકુલનાથજી, શ્રીરઘુનાથજી વગેરે લાલનશ્રીઓએ પણ) પ્રત્યક્ષ દર્શન કર્યા તેથી એ બ્રાહ્મણ વૈષ્ણવના વખાણ કરવા લાગ્યા ત્યાર પછી બધાય લાલનશ્રીઓ જ્યેષ્ઠ ભ્રાતાશ્રીગિરિધરજીને . આ બધી જ વાત કરી ત્યા શ્રીગિરિધરજી કહે 'યમુનાષ્ટપદી 'આ વૈષ્ણવને ફલીત થઈ છે.


7 views0 comments

Comments


© 2020 by Pushti Saaj Shringar.

bottom of page