૨૫૨ વૈષ્ણવની વાર્તા
પ્રભુને કોઈ પણ વસ્તુની ન્યુનતા નથી, માત્ર ભક્તનો ભાવ અગર પ્રેમ તેની જ આકાંશા હંમેશા તેમને રહે છે.
શ્રીગુસાંઈજીના સેવક ધાણીપૂણી વાળી ડોશી ની વાર્તા :
આ ડોશીએ શ્રી ગુસાંઈજી ને વિનતિ કરીને શ્રી ઠાકોરજીને પઘરાવ્યા અને સેવા કરતાં હતાં. એ દરરોજ રેટીંઓ કાંતતાં હતાં, જ્યારે સૂતર કાંતતાં ત્યારે શ્રીઠાકોરજી પુણીઓમાં આવીને બિરાજતા હતા. બાળલીલા કરતા અને પુણીઓના ગાદી-તકીયા બનાવીને તેમાં બેસતા. એક એક પુણી એ ડોશીના હાથમાં કાંતવાને આપતા. જ્યારે ભૂખ લાગે ત્યારે એ ડોશી પાસે ઘાણી માંગતા હતા.
આડીશીની સ્થિતિ શ્રી ગુસાંઇજીના ત્રીજા લાલજી શ્રીબાલકૃષ્ણ લાલજી એ જોઈ. અને એ ડોશી ને કહ્યું: "આ લાલજી અમને આપો" ત્યારે એ ડોશીએ લાલજીને પધરાવ્યા, પણ તે ડોશી શ્રીઠાકોરજી વગર બહુ દુઃખી થયાં.શ્રી ઠાકોર એનું દુઃખને સહન કરી શક્યા નહિ. તેથી શ્રી ઠાકોરજીએ શ્રી બાલકૃષ્ણજી
ને કહ્યું: મને ડોશીને ધેર પાછા મોકલી દો. મને ધાણી તથા
પુણીવગર ચાલતું નથી. તે જ રાત્રે શ્રી ઠાકોરજી ને ડોશીને ઘેર પઘરાવી આવ્યા.
કહ્યું: "જેમ તું કરતી હોય તેમ કરજે.શ્રી ઠાકોરજી તારા ઉપર પ્રસન્ન છે, એ ડોશી એવાં કૃપાપાત્ર હતાં. જેમના વગર
શ્રી ઠાકોરજી રહી શકતા નહોતા. [સાર]: પ્રભુને પ્રેમ જોઈએ છીએ. પ્રેમથી તે વશ થાય છે.
બીજા કશાથી નહિ
બહુ પાંડિત્ય તથા જ્ઞાનવાળા પ્રભુના સ્વરૂપને ઓળખી શકતા નથી. પણ સરલ હૃદયનાં અને પ્રેમભાવવાળાં ભક્તો તે પ્રભુને ઓળખી શકે છે, અને તેમની સાથે સર્વ પ્રકારની ક્રિડાઓ કરે છે, નીચેના પદ: માં કહ્યું છે. કેવલ એક ભાવ ભૂખ ગિરધારી,કોઈ વસ્તુના હરિ મન હરરિ, ગરુડસોં આસન કૌસ્તુભ ભૂખન, લક્ષ્મી લલનાં પ્યારી. સરસ્વતી પતિ સ્તુતિ કા કરઈ, સદા ધ્યાન ત્રિપુરારિ.
પ્રભુને કોઈ પણ વસ્તુની ન્યુનતા નથી, માત્ર ભક્તો નો ભાવ અગર પ્રેમ ' તેનીજ આકાંક્ષા હંમેશા તેમને રહે છે.' લગનલગી હુ સુખરુપગિરિધારીસોં, જો મિલિયેંતો મહાસુખ પેયે,
સમરતલપખોં અનુપ ગિરિધારીસો .૧.હરિ બિન ઓર સબે દુ:ખ દાતા, કહા રંગ કહા ભૂપ, દયાકે પ્રીતમસેં દોસ્તી જુરે તો ,તરીયે મહાભવ કુપ.૨. હરિ ની સાથે લગની થાય તો જ સર્વ પ્રકારનું સુખ ત્યાંમળે છે, કારણ કે પરમ સુખનું ધામ પ્રભુજ છે. તે પ્રભુની પ્રાપ્તિ થાય છે.
Comments